Home / Gujarat / Surat : Taliban punishment in textile market, two youths stripped

VIDEO: Surat/  ટેક્સટાઈલ માર્કેટમાં તાલિબાની સજા, બે યુવકોને જાહેરમાં નિઃવસ્ત્ર કરી ઉઠકબેઠક કરાવાઈ

સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. ત્યારે આ માર્કેટોમાં અસંખ્ય લોકો કામ કરે છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 10 જૂનના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક દુકાનમાં બે શખસો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખસોને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વીડિયો બાનવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, અમે અત્યારે આ વીડિયો અંગેની તપાસ શરૂ કરી છે. મારનાર વ્યક્તિઓ કોણ છે? જેમને નગ્ન કરવામાં આવ્યા છે તે વ્યક્તિ કોણ છે અને કયા કારણોસર તેમની સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon