સુરત જિલ્લામાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટના સામે આવી છે. ઓલપાડના સાયણ ગામે નાસ્તાની દુકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરવામા આવી છે. આ ગેસ સિલિન્ડર ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બાઇક પર આવેલા બે તસ્કરોએ દુકાનનું તાળું તોડીને ગેસ સિલિન્ડર લઈ ફરાર થયા હતા.
જણાવી દઈએ કે, ઓલપાડના સાયણ ગામે ચોરોએ નાસ્તા- ફરસાણની દુકાનમાં રોકડ રકમ અને કિંમતી સમાન શોધવાની કોશિશ કરી હતી પરંતુ દુકાનમાં નાસ્તાનો સમાન અને ચા બનાવવાનો ચૂલો અને ગેસ સિલિન્ડર સિવાય કશું ન મળતા તસ્કરો ગેસ સિલિન્ડર લઈને ફરાર થયા હતા.