સુરતના ન્યૂ કોસાડ રોડ ઉપર આવેલા અમરોલી-ઉત્રાણ બ્રિજ નજીક સ્થિત શખેશ્વર કોમ્પ્લેક્સમાં તસ્કરો ફરી સક્રિય બન્યા છે. તસ્કરો રાતના સમયે કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોના શટરો ઉંચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો.ચોરો દુકાનમાંથી રોકડ રકમ ઉપરાંત અન્ય મુદામાલ પણ લૂંટી ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઇ સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી રહી છે.