Home / Gujarat / Surat : Three arrested for terrorising Chowk Bazaar area

Surat News: ચોક બજાર વિસ્તારમાં છરી બતાવી આતંક મચાવનાર ત્રણ ઝડપાયા

Surat News: ચોક બજાર વિસ્તારમાં છરી બતાવી આતંક મચાવનાર ત્રણ ઝડપાયા

એક તરફ રાજ્યભરની પોલીસ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી રહી છે તો બીજી તરફ આ લુખ્ખા તત્વો તેમની પ્રવૃત્તિમાંથી બાજ નથી આવતા. એવામાં ફરી એક વખત સુરતમાંથી અસામાજીકર તત્વોનો આતંક સામે આવ્યો હતો જેમાં આખરે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મારામારી કરનાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. એક ગાડી પર ત્રણ જેટલા અસામાજિક તત્વો આવી ફરિયાદીને છરો બતાવી લાફો મારી જાતિ વિશે અપનામિત ટિપ્પણી કરવામાં આવી હતી. ચોક બજાર પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ મામલે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દિપક ફુટેકર, પવન ઉર્ફે કાળીયો, વંશ ઉર્ફે બીટ્ટુ નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓને પકડી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી છે.

Related News

Icon