સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં નિયમોના લીરે લીરા કરીને માતેલા સાંઢની જેમ દોડતા વધુ એક ટ્રકે અકસ્માત સર્જ્યો છે. જેમાં પાંડેસરા GIDC વિસ્તારમાં રૂપા મિલની પાસે અકસ્માતની ઘટના બની હતી. મોપેડ સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતમાં મહિલાના પગનો અંગૂઠો કપાયો હોવાની માહિતી મળી રહી છે. હાલ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.