Home / Gujarat / Surat : Varivo launches 6 new electric scooters

વારિવોએ નોવા અને એજ શ્રેણીના 6 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર કર્યા લોન્ચ,  દરેક ચાર્જ પર ચાલશે 120 કિમી

વારિવો મોટર્સ ઇન્ડિયા, ભારતના સૌથી ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોમાં સામેલ છે. કંપનીએ બે અલગ-અલગ નોવા(Nova) અને એજ(Edge) શ્રેણીમાં 6 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિઘ આવક વર્ગના લોકો અને ભૌગોલિક વિસ્તારોમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચનો વિસ્તાર કરવાનો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રૂપિયા 44,999 થી શરૂ થતી આ નવી લાઇનઅપ, શહેરી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓથી લઈને ગ્રામીણ મુસાફરો અને ડિલિવરી રાઇડર્સ સુધીના વિવિધ યુઝર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક જ ચાર્જ પર 120 કિમી સુધીની મહત્તમ રેન્જ, સ્માર્ટ એપ-સક્ષમ કનેક્ટિવિટી અને 3 વર્ષની વ્યાપક વોરંટી સાથે, આ નવા સ્કૂટર્સ ઉત્તમ પ્રદર્શન, પોષણક્ષમતા અને મનની શાંતિનું વચન આપે છે. 

એવા ગ્રાહકો કે જેઓ આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને પ્રીમિયમ સવારીનો અનુભવ ઇચ્છતા હોય, તેમની માટે નોવા સિરીઝ વિકસિત કરવામાં આવી છે. તો વળી, એજ સિરીઝ વિશ્વસનીયતા અને પોષણક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે રોજિંદા મુસાફરી અને વ્યવહારુ ઉપયોગ માટે આદર્શ મજબૂત અને નો-ફ્રીલ્સ મોડેલ્સ ઓફર કરે છે. નવા લોન્ચ કરવામાં આવેલાં તમામ 6 મોડેલો દરેક ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ, મોબાઇલ એપ્લિકેશન-આધારિત સ્માર્ટ કનેક્ટિવિટી, ત્રણ વર્ષની વ્યાપક વોરંટી તેમજ તમામ વય જૂથો, જાતિઓ અને ભૂપ્રદેશ માટે યોગ્ય હળવા અને અર્ગનોમિક ડિઝાઇન ઓફર કરે છે. 

 

Related News

Icon