
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અલગ અલગ પૂજા, વ્રત અને વિધીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે પતિના આયુષ્ય અને આરોગ્ય માટે હિન્દુ ધર્મની પૌરાણિક કથા વાર્તા પ્રમાણે વટસાવિત્રી એટલે કે, દેવી સાવિત્રીએ પોતાના પતિ માટે કરેલી વડની પૂજા કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે આ વ્રત કરીને મહિલાઓેએ પોતાના પતિ માટે વ્રત, ઉપવાસ રાખીને પૂજા પાઠ કર્યા હતા.
સાવિત્રીએ સત્યવાન માટે પૂજા કરી હતી
દર્શના જરીવાલાએ કહ્યું કે, અમારે વડની પૂજા કરવાની હોય છે. પતિના સૌ ભાગ્ય માટે વડની પૂજા કરીને સૌભાગ્યની કામના કરીએ છીએ. બધી બહેનો અહિં સાથે મળીને પૂજા કરે છે. સંપૂર્ણ દિવસનો ઉપવાસ કરીને પતિના લાંબા આયુષ્યની સાથે સાથે સ્વસ્થ રહે તેવી કામના પણ કરવામાં આવી છે.રાધિકા પટેલે કહ્યું કે, નાવડી ઓવારે અમે પૂજા કરી છે. આજના દિવસે વ્રત કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે. સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિને પરત મેળવવા માટે પણ વટની પૂજા કરી હતી.
વહેલી સવારથી પૂજા કરી
કનુભાઈ ભટ્ટે કહ્યું કે, વટસાવિત્રીની પૂજા કરાવી રહ્યો છુ.350થી વધુ મહિલાઓની પૂજા કરાવી છે. વહેલી સવારથી પૂજા કરાવી છે. સત્યવાન સાવિત્રીની વાર્તા પણ આપણે ત્યાં છે. પોતાના પતિના જીવન માટે થઈને સાવિત્રીએ જે કર્યુ તે ખૂબ જ પ્રેરણાદાયી છે. તેણીએ જે પૂજા કરી તે જ પૂજા દરેક મહિલાઓ કરતી હોય છે.