તાપી જિલ્લાના વ્યારામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વ્યારાના ખટારફળિયામાં આવેલી બાંધકામ સાઈટ પર બ્લાસ્ટની ઘટના સર્જાઈ છે. એક પછી એક ગેસના સિલિન્ડરો ફાટ્યા હતા. મજૂરોની ઝૂંપડીઓમાં આ બાટલા બ્લાસ્ટ થયા હતા. ગેસના બાટલા ફાટ્યા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જોકે કયા કારણોસર ગેસના સિલિન્ડર ફાટ્યા તેનું કારણ હજું અકબંધ છે.gas cylinder