અરબસાગરમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશનના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ડુમસ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. માછીમારો અને સહેલાણીઓ દરિયા કાંઠે ન જવા માટે જાહેરનામું જોવા મળ્યું હતું. છતાં સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. સહેલાણીઓ પાણીમાં મજા માણી રહ્યા છે. ડુમસ બીચ પર કોઈ પણ પોલીસના અધિકારી અથવા જવાન જોવા મળ્યા નહોતા. દરિયામાં કરંટ હોવા છતાં અંદર પાણીમાં બાળકોથી લઈને મોટા પણ નહાતા જોવા મળ્યાં હતાં. ત્યારે કોઈ ઘટના બને તો જવાબદારી કોણ? તેવા સવાલ ઉભા થયા છે.