
સુરતમાં RTO ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્ની વચ્ચેના વણસેલા સંબંધમાં નવો વળાંક આવ્યો છે. પતિને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પકડી પાડ્યા હતાં. બાદમાં પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી. ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતના ઉધના સ્ટેશનની બહાર અંધારા, બેદરકાર મનપાને સ્ટ્રીટ લાઈટ લગાડવાની ફૂરસદ નથી
પત્નીએ જ પતિને ઝડપી લીધા
પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે. પતિ પાલ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ લગ્ન ગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે. દરમિયાન 9 જાન્યુઆરીના રોજ પત્ની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી. એ ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
મહેણા ટોણા મારવામાં આવતાં
ફોરેસ્ટ અધિકારી પત્નીએ અડાજણ પોલીસમાં સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ મારઝુડ કરતા અને મને તુ દુબળી છે તુ નીચે જાતીની છે તુ એવી જાતિમાંથી આવે છે કે અમારી સાથે બેસવાને પણ લાયક નથી " તેવા જાતિવિષયક શબ્દો બોલી મેણા ટોણા મારતા હતા. પરંતુ મારો ઘર સંસાર ન બગડે તે હેતુથી હું દુઃખ સહન કરતી હતી. મારા પતિ મારા બેંક એકાઉન્ટમાથી બળજબરીથી ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને મારા પતિ મને નાની નાની વાને મહેણા ટોણા મારી ખુબ જ અંકુશમાં રાખતા હતા.
જાતિ વિષયક અપશબ્દો કહેવાતા
ફરિયાદ અનુસાર મારા પતિ નિકુંજ કાંતીગીરી ગોસ્વામીનુ અફેર દિપીકા સાથે હોવાનુ જાણ થતાં પતિના મોબાઇલ ફોનમાં વોટ્સએપ ચેટ પણ જોઈ હતી. આ બાબતે કહેતાં મારા પતિએ મને ખુબજ માર માર્યો હતો. જેથી અડાજણ પોલીસ સ્ટેશન આ મામલો પહોંચ્યો હતો અને મારા પતિ દ્વારા પોલીસની સમક્ષ હવે મારી પત્નીને મારઝુડ નહીં અને ત્રાસ નહીં આપુ તે બાબતેનુ માફી પત્ર લખી મને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ એપ્રિલ 2024માં પતિ, સાસુ અને સસરાએ મને જાતિ વિષયક શબ્દો બોલી ઘર માથી કાઢી મુકતાં હું મારા દિકરા સાથે મારા પિયરમા ચાલી ગઈ હતી. આ દરમિયાન બે વાર હું મારા ઘરે પરત ગઈ હતી ત્યારે પણ મને ટકા મરીને કાઢી મૂકવામાં આવી હતી.