સુરતમાં આજે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી. પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરી રહ્યી છે સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્યની કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. યમરાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન આપવાનો ઇતિહાસ રહ્યો છે ત્યારે હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે.આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે. વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે. તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધાપ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે.