સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રેસિડન્સીની લિફ્ટ ખોટકાતા સાત યુવતીઓ ફસાઈ ગઈ હતી. માહિતી મુજબ, મકાનના પાંચમા માળે જઈ રહેલી લિફ્ટ ટેક્નિકલ ખામીને કારણે અચાનક 7મા માળ પાસે બંધ પડી હતી.ઘટનાની જાણ થતા તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ટીમે વિલંબ કર્યા વિના ભારે જેહમત બાદ લિફ્ટનો દરવાજો તોડી યુવતીઓનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ફસાઈ ગયેલી તમામ યુવતીઓ સુરક્ષિત બહાર આવી રહીતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની ઝડપી અને કાબીલ-એ-દાદ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવવી હતી.