સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમા આવેલી બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણરાહદારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ અને કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે તરત જ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી.કલાકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ તાપીના વહેણમાંથી બહાર લાવવામાં આવ્યો. હાલ આરોપી યુવકની ઓળખ માટે પોલીસ દિશામાં તપાસ શરૂ કરી રહી છે.આપઘાતના કારણો હજુ અસપષ્ટ છે. પોલીસ દ્વારા યુવકની ઓળખ અને મૃત્યુ પાછળના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.