
તુમ મુજે ખૂન દો મે તુમે આઝાદી દુંગા ના નારા આઝાદીના સમયે લાગતા હતા. ત્યારે દેશ આઝાદ થયાને સાત દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ આજે ઉનાળાની સિઝનમાં લોહીની પડતી જરૂરિયાતને લઈને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વતંત્ર ગ્રુપ દ્વારા શહીદોની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 બોટલ રક્ત 31 કરવામાં આવ્યું હતું. સાથે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ દ્વારા રક્તદાનનું અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું.
13 વર્ષથી રક્તદાન કેમ્પ
સ્વતંત્ર ગ્રુપના સ્થાપક અંકિત વ્યાસે કહ્યું કે, 2012થી સ્વતંત્ર ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી રક્તદાન કેમ્પ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. અગાઉ 15મી ઓગસ્ટ જેવા તહેવારોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાતું હતું. પરંતુ, હાલ ઉનાળામાં લોહીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી તથા બ્લડબેંકોમાં પણ લોહીની અછત સર્જાતી હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસે રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવે છે.
અલગ અલગ જગ્યાએ રક્તદાન
શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે. 23 માર્ચ 2025ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 55થી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં કામરેજ, પાસોદરા, સરથાણા, મોટાવરાછા સહિત અનેક વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરતની તમામ બ્લડ બેંકોના સહયોગથી શહેરમાં 2500થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.