
સુરતમાં મોહરમ નિમિતે દરવર્ષની જેમ કલાત્મક તાજિયાના ઝુલુસ નીકળી રહ્યાં છે. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યાં છે. હજરત ઈમામ હુસૈને કરબલામાં માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા ઝુલુસ કાઢીને શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
350 જેટલા તાજિયાને પરમીશન
અસદ કલ્યાણીએ કહ્યું કે, આજે તાજિયાનું ઝુલુસ નીકળ્યું છે. કોમી એકતાના માહોલમાં સમય કરતાં વહેલું ઝુલુસ નીકળ્યું છે. વહેલા તે પહેલા 10 તાજિયાઓને ટ્રોફિ આપવામાં આવી છે. પોલીસથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. 350 જેટલા તાજિયાઓને પરમીશન રિલિજ કરવામાં આવી છે. અખાડાથી લઈને પાણી, સરબત અને સવારી સહિતાને મંજૂરી અપાઈ છે. પોલીસ દ્વારા અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. ફટાફટ પરમીટ આપી દેવામાં આવી હતી. તાજિયા આયોજકોને અને કમિટીને પૂરતો સહયોગ તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો. એકદમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં તાજિયાના ઝુલુસ નીકળી રહ્યાં છે.
રસ્તાઓ બંધ કરાયા
તાજિયાના જુલુસ નિકળી રહ્યા હોવાથઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં 16 જુલાઈએ શહાદતની રાત તથા 17 જુલાઈએ તાજિયા વિસર્જનના જુલુસને લઈ શહેરના 8 મુખ્ય માર્ગો પર સામાન્ય વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેમાં 17 જુલાઈએ બપોરે 12 વાગ્યાથી લઈ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.