
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી દરોડાની ઝૂંબેશ ચાલી રહી છે. આ ક્રમમાં સોનગઢ ગામે ખનીજ માફિયાઓ જમીનમાં ખુલ્લેઆમ કટિંગ કરી રહ્યા હતા. જેથી ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી 2800 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો જેની કિંમત 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત લીધો હતો. આ સિવાય ચાર ઓપન કટિંગની ગેરકાયદેસર ખાણ પણ ઝડપાઈ હતી. સતત ખનીજ ચોરી પર દરોડાની કામગીરીને ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગરના સોનગઢ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્તા ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા. 2800 મેટ્રિકટ ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેની બજાર કિંમત 2.20 કરોડ જેટલી થવા જાય છે. ખનીજ માફિયાઓ જમીનમાં ઓપન કટિંગ કરતા હતા. 4 ઓપન કટિંગની ગેરકાયદેસર ખાણો પણ ઝડપાઈ હતી.ખાણ ખનિજ વિભાગ અને પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉઠયા હતા. જે કામગીરી પોલીસ અને ખાણ ખનીજને કરવાના હોય તે દરોડાની કામગીરી પ્રાંત અધિકારી કરી રહ્યા છે.સતત ખનિજ ચોરી પર દરોડાની કામગીરીને ખનિજ માફિયાઓમાં ડરનો માહોલ છવાયો હતો.