
સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં રાંધણગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બાટલાનું વિતરણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
સિલિન્ડરમાં ગેસ ઓછો આવતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ
ગેસના બાટલામાં ઓછો ગેસ આપવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર,ઘણાદ ગામાં એચ.પી ગેસના સિલિન્ડરમાં ગેસ ઓછો આવતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે.
વજનથી આશરે 2 કિલો વજન ઓછો
ગેસની સિલિન્ડર અને ગેસના વજનથી આશરે 2 કિલો વજન ઓછો આવતા ગ્રાહકોમાં રોષ ભભૂક્યો ઉઠ્યો છે..મામલાની જાણ થતા જ મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.