
સાયલા-ચોટીલા હાઈવે પર ઢેઢુકી નજીક ટોલનાકા પાસે ટેલર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલક વિકેસ સડોમિયાં નામના યુવાનનું મોત નીપજ્યું હતું. વિકેસ ચોટીલા તાલુકાના નાવા ગામથી સામંતપર ગામે પોતાના કામ અર્થે બાઈક લઈને જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની. અકસ્માત સર્જનાર ટેલર ચાલક ઘટના બાદ ટેલર મૂકીને ફરાર થઈ ગયો હતો.
ચોટીલા તાલુકાના નાવા ગામનો વિકેસ કામ અર્થે બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ઢેઢુકી નજીક ટોલનાકા પાસે ટ્રેલર ટક્કર મારીને ભાગી ગયું હતું. મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાયલા પોલીસે ગુનો નોંધીને ફરાર ટેલર ચાલકની શોધખોળ અને આગળની તપાસ હાથ ધરી છે.