ગુજરાતના સુરેન્દ્રનગરમાં મહિલાઓના સુરક્ષાના દાવાઓ પર સવાલ ઉઠ્યા છે. સુરેન્દ્રનગરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. મહિલાઓની સુરક્ષાના દાવા વચ્ચે શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની ધોળા દિવસે હત્યા થઈ હતી.
લોકો જોતા રહ્યા કોઈ બચાવવા પણ ન ગયું
ઘટના સર્જાઈ ત્યારે આસ પાસ લોકો હાજર હતો. જોકે લોકો જોતા રહ્યા પરંતુ કોઈ બચાવવા પણ ગયું ન હોવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય આ ઘટના સર્જાયા બાદ લોકોમાં ભારે રોષનો માહોલ છવાયો છે. લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.
નોકરીએ જતી યુવતીની જાહેરમાં હત્યા
નોકરી જતી યુવતીની સરા જાહેર ધોળા દિવસે હત્યાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે..સાથે જે મહિલા સુરક્ષાના દાવાઓ સામે સવાલ અને આક્રોશ છે..ત્યારે મહિલા સુરક્ષા માટે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે. કે ગણપતિ ફાટસર વિસ્તારમાં આવારા તત્વો મહિલાઓ અને યુવતીઓની છેડતી કરી રહ્યા હોવાનો લોકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ લુખ્ખા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.