
નાગાલેન્ડ અને મણિપુર થી લાવેલા હથિયાર પ્રકરણમાં 17 જેટલા તત્વો સામે સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારમારી હત્યા ખનિજ ચોરી સાથે જોડાયેલા આવારા તત્વો પાસે થી 25 જેટલા હથિયાર જપ્ત કર્યા છે.221 કારતૂસ, 17 લાઈસન્સ તેમજ 25 હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. સુરેન્દ્રનગર SOGની ટીમની તપાસમાં નાગાલેન્ડ અને મણિપુર પહોચી હતી. ત્યાં ખોટા પુરાવા ઉભા કરી લાઈસન્સ લેવામાં આવ્યા હોવાનું આવ્યું સામે હતું. આ તમામ હથિયાર પરવાના રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આવરા તત્વોએ લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પોલીસ વિભાગ સમક્ષ હથિયારો જમા ન કરાવ્યા હોવાનો મહત્ત્વનો ખુલાસો થયો હતો. જો કે, આ કેસના ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.