
સુરેન્દ્રનગરમાંથી છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓનો ભારે આતંક સામે આવી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સતત કોઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખરાળા ગામે સ્ટોક હોલ્ડર વાળી જમીન પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું સંગ્રહ અને વેચાણ ઝડપાયું હતું.
સ્ટોક હોલ્ડર ધારકો કુલ 16 નિયમોનો ઉલ્લંઘન કરતા હતા. આખરે ચોટીલા પ્રાંત અધિકારી અધિકારી અને તંત્રની ટીમે દરોડા પાડ્યા હતા અને 2.28 કરોડનો મુદામાલ જપ્ત કરાયો હતો. વર્ષોથી બેફામ ચાલતી કાર્બોસેલની ખાણોમાંથી સ્ટોક ઠાલવી અને ત્યાર બાદ સ્ટોક હોલ્ડરવાળી જમીનો પર બતાવામાં આવતો હતો. ખનિજ ચોરો સાથે સ્ટોક હોલ્ડરો મળીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હતા. અંતે આજે પ્રાંત અધિકારીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.