
સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાઓ અને સૌની યોજનાના કામો પૂરા કરવાના કામમાંઆ વિલંબ થતાં ખુદ ભાપના નેતા જ સરકારની સામે આવ્યા મેદાને. તાત્કાલિક ધોરણે કામો પૂરા કરવા BJPના ખેડૂત નેતાની સરકાર સમક્ષ કરી માંગ.
ગામડાઓ પાણી માટેના વલખા
સુરેન્દ્રનગરમાં પાણી માટે વલખાં મારતા નાગરિકો અને તેમની સમસ્યાઓ મુદ્દે ખૂદ ભાજપના ખેડૂત નેતા મોહન પટેલ સરકાર સામે મેદાને ઉતાર્યા છે. વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રાના 49થી વધુના ગામોમાં સૌની યોજના પાછળ 293 કરોડના કામો મજૂર કરી વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા છે. તે છતાં કામો શરૂ ન થતાંઆ જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામોના તળાવના તળિયા દેખાવા લાગ્યા છે જેથી માલ ઢોરને પાણી પણ નથી મળતું.
સૌની યોજનાની મંજૂરી હોવા છતાં કામ અટકેલાં
સુરેન્દ્રનગરના 3 ગામોમાં યોજનાને મંજૂરી મળી પરંતુ કામો શરૂ ન થતાં હજુ પણ પાણીની સમસ્યાઓ યથાવત જોવા મળી રહ્યું છે. ગામડાઓ અને ખેડૂતો પાણી માટે વલખાં મારે છે. તેની માટે સૌની યોજનાના અટકેલાં કામ તાત્કાલિક ધોરણે પૂરા કરાવવા ભાજપ નેતાએ સરકાર સમક્ષ માંગ કરી છે.