Home / Gujarat / Surendranagar : Canal overflows, 700 bighas of land flooded, causing huge damage to farmers' crops

સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં 700 વિઘા જમીનમાં પાણી ફેરવાયું, ખેડૂતોના પાકને ભારે નુકસાન

સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં 700 વિઘા જમીનમાં પાણી ફેરવાયું, ખેડૂતોના પાકને ભારે નુકસાન

સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં આસપાસના ગામડાઓના ખેતરમાં આ તમામ ફેરવાઈ ગયું હતું અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરમાં ગુંદીયાળા નજીક કેનાલ ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. કેનાલ ઓવરફ્લો થતાં આ તમામ પાણી 700 વિઘા જમીન પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો : રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ

ખેડૂતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેને પગલે ખેતરમાં થયેલા જીરૂ, વરિયાળી, અજ્મો સહિતના પાકો પર પાણી ફરી વળતા આ તમામ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેથી ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ ભભુક્યો હતો. પાણીને કારણે પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત કેનાલો અભીશ્રાપ રૂપ બની હતી. ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાન અંગેની સહાય ચૂકવા માંગ કરવામાં આવી છે.

Related News

Icon