સાયલા લીંબડી હાઇવે પર એક કારચાલકે છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. સાયલા બાયપાસ રોડથી લીંબડી તરફ જતા રોડ ઉપર આ ઘટના બની છે. કારચાલકે ટક્કર મારતાં છકડો હાઈવેની બાજુમાં આવેલી ખાઈમાં ખાબક્યો હતો. છકડામાં બેઠેલા જગદીશ ચૌહાણ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવા આવ્યો હતો. જ્યારે અકસ્માત થતાં કારચાલક ફરાર થઈ ગયો છે.