Surendranagar news: સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર સુરેન્દ્રનગરના ગેડિયા પિતા-પુત્ર એન્કાઉન્ટર ઘટના કેસમાં આખરે પોલીસ દોષિત સાબિત થઈ છે. એન્કાઉન્ટર કરનાર PSI સહિત 7 પોલીસકર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. પીડિત પરિવાર છેલ્લા 4 વર્ષ સુધી કોર્ટના અને પોલીસ મથકના ધક્કા ખાઈ થાક્યો હતો. અંતે કોર્ટે નિર્ણય કરી PSI સહિત 7 કર્મીઓ પર ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે.

