અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ધ્રાંગધ્રાના શિલ્પ કલાકારે બનાવેલી મૂર્તિઓનું પણ સ્થાપન કરાયું છે. હાલમાં જ રામ મંદિરમા પહેલા માળે રામ દરબાર સહિત સાત અન્ય દેવ પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આ રામ મંદિરમાં ઠેર-ઠેર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ મંદિરની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારના શિલ્પકાર દ્વારા કરવામાં આવેલી મૂર્તિઓ મંદિરના વિવિધ ભાગમાં મુકાઈ છે.
ધ્રાંગધ્રાના સોમપુરા દ્વારા બનાવેલી મૂર્તિઓ મંદિરના પિલ્લરની શોભા વધારી રહી છે. મંદિરના બહારના પરિસરમાં જે ઘુમ્મટ, પ્રદક્ષિણા પથ, શિખરનો ગોખ અને મંદિરના વિવિધ સ્તભોમાં આ મૂર્તિઓ લગાવવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરમાં લગભગ 1,800થી વધુ વિવિધ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. 30થી વધુ કારીગરોની ટીમે અયોધ્યા અને ધ્રાંગધ્રા બંને જગ્યાએ રહીને મૂર્તિઓ તૈયાર કરી છે.