
સુરેન્દ્રનગરમાં કેમિકલ કાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમિકલ કાંડ મુદ્દે ધ્રાંગધ્રાંના PI ડીડી ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ધ્રાંગધ્રા નજીકથી વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડીને 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંતે રાજકોટ રેન્જ આઇ.જી દ્વારા કાર્યવાહી કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના PI ડી.ડી.ચાવડાને સસ્પેન્ડ કરાયા છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરીના માસમાં જ 4 પોલીસ મથકના 4 પીઆઇ સસ્પેન્ડ થઇ ચુક્યા છે. વધુ એક PIને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
શું હતી ઘટના?
ધ્રાંગધ્રામાં 83.89 લાખનું કેમિકલ કૌભાંડ ઝડપાયું હતું. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્રાંગધ્રા બાયપાસ પર રામાપીર મંદિર પાસે કેમિકલ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.