
રાજ્યમાં સુરેન્દ્રનગરના પાટડીમાં જંત્રી મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. જંત્રીના વધારાના વિરોધમાં પાટડી તાલુકાના 5થી વધુ ગામના ખેડૂતો ફરી આંદોલનનો માર્ગ અપનાવશે.
જંત્રી વધારાના પગલે પ્રીમિયમ બમણું ચૂકવું પડશે
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 5થી વધુ ગામોના ખેડૂતોને જંત્રી વધારાના પગલે પ્રીમિયમ બમણું ચૂકવું પડશે જેને લઈને ખેડૂતોમા રોષની લાગણી જોવા મળી હતી. એક બાજુ ગણોતધારાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે, ત્યા બીજી તરફ જંત્રીમાં વધારાના પગલે ખેડૂતોને જમીન વેચાણ પર વધુ નુકશાન થવાની ભિતી છે.આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી પાસે પણ સમય માંગ્યો છે.જેમા ખેડૂતો તેમના પ્રશ્નોને લઈને રજૂઆત કરશે.