Surendranagar News: ભરઉનાળે વરસેલા કમોસમી વરસાદને પગલે રાજ્યભરમાં ઠેર ઠેર લોકો મુસીબતમાં મુકાયા છે. એવામાં સુરેન્દ્રનગરમાં અગરિયાઓની કફોડી હાલત સામે આવી રહી છે. કમોસમી માવઠાના પગલે અગરિયાઓ મુસીબતમાં મુકાયા છે. સરકાર સુધી રજુઆત કરવા અગરિયાઓ સ્થાનિક ધારાસભ્ય પાસે દોડી આવ્યા હતા. રણમાં માવઠાના કારણે અગરના પાટાઓને નુકસાન પહોંચ્યું છે.
સુરેન્દ્રનગરમાં 5 લાખ ટન મીઠું રણમાં પડ્યું છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવા સરકાર સામે અગરિયાઓએ માંગ કરી હતી. રણમાં જવાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. જેને પગલે અગરિયાઓની હાલત કફોડી બની ગઈ છે. જેથી અગરિયાઓ દ્વારા વળતરની માંગ કરાઈ છે.