
રાજ્યમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિ હનીટ્રેપની જાળમાં ફસાયા છે. ભાજપ નેતા નટુજી ઈલોરિયાનો રંગરેલીયો મનાવતો વિડિયો બનાવીને 10 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. 22 વર્ષની યુવતીએ ભાજપ નેતા નટુજી ઇલોરીયાની સાથે સંબધ બાંધ્યો હતો.
અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની આપી ધમકી
આ અંગત પળોનો યુવતીએ વિડિયો ઉતારી લીધો હતો. આ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને ભાજપ નેતા પાસે લાખોની માંગ કરી હતી. સુરેન્દ્રનગરના ફુલકી નજીક આવેલી વાડીમાં આ સમગ્ર ઘટના સર્જાઈ હતી.
2 મહિલા અને 3 પુરુષો વિરુદ્ધ ગુનો દાખલ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિને વિડિયો વાયરલ કરવાની 2 મહિલા અને 3 પુરુષોએ ઘમકી આપી હતી. વારંવાર ધમકી મળતા ભાજપ નેતા નટુજી પાટડી પોલીસ મથકે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.