
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી આખેઆખી ફેક્ટરી ઝડપાઇ. 37 બેરલો ભરીને જ્વલનશીલ પદાર્થનો જથ્થા સાથે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
37 બેરલો સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ એક રહેણાંક સોસાઈટીમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. રતનપરના પરબચોક વિસ્તારમાં ટાંકાઓ બનાવી જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરતી ફેક્ટરી ધમધમતી હતી. 14 હજાર લીટરની ક્ષમતા ધરાવતા ટાંકાઓ આઇસર ભરીને 37 બેરલો સહિત કુલ 6 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.
પુરવઠા અને પ્રાંત અધિકારીની ટીમે પડ્યા દરોડા
સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારીની ટીમો દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરની રહેણાંક વિસ્તારમાં જ ધમધમી રહી હતી આ ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થની ફેક્ટરી. ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ મોટી માત્રામાં હોવા છતાં કોઈ પ્રકારના ફાયરસેફ્ટીના સાધનો પણ ઉપલબ્ધ નહોતા. કોઈ મોટી દુર્ઘટના થઈ હોટ અથવા આગ લાગી હોત તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઊભો થયો છે.