Home / Gujarat / Surendranagar : Names of Than Municipality President and Vice President announced

થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, ભાજપના ધારાસભ્ય સહિત 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ

થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, ભાજપના ધારાસભ્ય સહિત 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ

થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરનું નામ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 18 સભ્યો ફાર્મ હાઉસમાંથી પરત ફરતા તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

થાન નગરપાલિકામાં ભાજપનો થયો હતો વિજય

સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણી 17 દિવસ પહેલા યોજાઇ હતી અને તેના પરિણામ પણ આવી ગયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.  ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 25 બેઠકો નગરપાલિકાની જીતી છે ત્યારે હવે ભાજપનો અંદર અંદરનો વિવાદ સામે આવ્યો છે.સ્થાનિક ધારાસભ્ય સામજી ચૌહાણ જે સભ્યોને લઈ ગુમ થયા હતા તેમને દેદાદરા નજીક રોકી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો.

ધારાસભ્ય શામજી ચૌહાણ નગરપાલિકાના 18 જેટલા સભ્યોને લઇ અને એક ફાર્મ હાઉસમાં જતા રહ્યાં હતા.આજે પ્રમુખ તરીકેની જાહેરાત થવાની હતી ત્યારે તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લખતર દેદાદરા નજીક આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્રણ વાગ્યે બોર્ડની બેઠક હતી ત્યારે ભાજપના નગરપાલિકાના સભ્યો ગેરહાજર હતા છતા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે 28 સભ્યો ધરાવતી થાન નગરપાલિકામાં ભાજપ 25 અને BSPના 3 સભ્ય જીત્યા હતા.

 

Related News

Icon