
Surendranagar News: ગુજરાતમાંથી સતત કોઈકને કોઈક કૌભાંડ સતત ઝડપાઈ રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી ભરતીનું કૌભાંડ બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એસ.આઈની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. અરજદારો દ્વારા ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા પરતું ભરતીના ઈન્ટરવ્યુ માટે બોલાવામાં ન આવ્યા અને અન્ય 4 લોકોની ભરતી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભોગ બનનાર અરજદારો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં સુરેન્દ્રનગર કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. અરજદારો દ્વારા યોગ્ય ભરતી કરવા માટે માંગ ઉઠી છે. લાગતા વળગતાને ભરતી કરી લીધા હોવાનો પણ મહાનગરપાલિકા સામે આક્ષેપ લાગ્યો છે.