
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ભાજપના 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધ્રાંગધ્રા શહેર ભાજપના પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને ભાજપના અન્ય આગેવાન જીતુભા ઝાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
મનીષ સિંધવ નામના યુવકે ભાજપના 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DCW કંપનીમાં યુવક દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના આગેવાનોએ યુવકને જાતીય આપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાનો સિલસિલો યથાવત છે.