Surendranagar news: સુરેન્દ્રનગરમાં દલિત સમાજના સ્મશાન આગળ મોર્ડન ફાયરસ્ટેશન બનાવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દલિત સમાજના સ્મશાનમાં મૃતદેહ લઈ જવાના મુખ્ય માર્ગને બંધ કરવાનો કારશો રચવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સામે વિરોધ દર્શાવવા રાજ ચોક ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે.
સુરેન્દ્રનગરમાં દલિત સમાજના સ્મશાન આગળ મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન તૈયાર કરવા માટે જગ્યા ફાળવતા દલિતોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલ મોર્ડન ફાયરસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ દલિત સમાજના સ્મશાનમાં જવાનો માર્ગ બંધ કરવા મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આ વિરોધ દર્શાવવા મોટી સંખ્યામાં દલિતો એકત્ર થયા હતા. બેનરો સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.