
સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે. ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો બહારના રાજ્યમાંથી હથિયાર પરવાના લઈ આવ્યા હતા. કુલ 12 જેટલા તત્વોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યમાંથી હથિયાર પરવાના લઈ આવ્યાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગયો છે. જિલ્લામાં મારામારી હત્યા સહિતના ગુનામાં જોડાયેલા તત્ત્વો નાગાલેન્ડ અને મણિપુરથી હથિયાર લઈ આવ્યા હતા. સુરેન્દ્રનગર પોલીસે 5થી વધુ હથિયારો જપ્ત કર્યા છે. ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો નાગાલેન્ડ અને મણિપુર સહિતના રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટ ધરાવતા પરવાના લઈ આવ્યા હતા. સમગ્ર મામલે સ્કીમથી હથિયાર લઈ આવતા હતા. એજન્ટ મારફતે સમગ્ર બાબતે હથિયાર પરવાના મેળવાનું સેટિંગ ચાલતું હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે સમ્બગર મામલે વધુ તપાસ હાથ ધરી છે.