
ચોટીલા પ્રાંતમાં આતંક મચાવનાર અને ખનીજની બેફામ ચોરી કરતાં ખનીજ માફિયાઓ પણ ખૂદ SDM મેદાને ઉતાર્યા છે. SDMસાથે ટીમના દારોડાથી ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.
ચોટીલામાં પોતાનો આતંક ફેલાવી ત્યાંની જમીનને ખોખલી બનાવનાર ખનીજ માફિયાઓ માટે હવે પડકાર જનક બની રહ્યું છે. આ વખતે ખનીજ ચોરોની તવાઈ બોલાવવા SDM પોતે મેદાને ઉતાર્યા છે. ચોટીલા, મૂળી વગેરે વિસ્તારોમાં SDMએ ટીમ સાથે મળી દરોડા પાડી 6 જેટલા ડમ્પરો જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા ડમ્પરો રોયલ્ટી પાસ વગરના તેમક ઓવર લોડ સાડી રેતી ભરેલા હતા. દરોડા દરમિયાન નંબર પ્લેટ વગરનું એક વાહન પણ મળી આવ્યું હતું. સાથે જ રેકી માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. SDM દ્વારા પડેલ આ દરોડામાં 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં અવાયો છે. આ દરોડા બાદ ચોટીલા પ્રાંતના ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.