
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે ત્રણેય યુવાનો કટુડા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મૃતકોના નામ
ઇમરાન ,
અફઝલ,
દિવ્યાશુ
રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
આ ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદનો પ્રયાસ કર્યો હતો. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એવી માહિતી છે કે ટ્રકચાલકને પકડી લેવામાં આવ્યો છે અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે.
અમરેલીના સાવરકુંડલામાં કારચાલકે વાહનોને મારી હતી ટક્કર
અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી