
સુરેન્દ્રનગર જિલ્લાના થાનના હિટરનગરમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ગત રોજ અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી, જોકે હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી. JCB સહિત અન્ય સાધનોથી ગોડાઉનના કેટલાક શટર અને દિવાલો તોડવી પડી હતી.
કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે
જોકે સવારનો સમય હોવાથી અંદર કોઈ હાજર નહોતું તેથી જાનહાની ટળી હતી. અંદાજે 10 હજારથી વધુ બોરી બળીને ખાખ થઈ ગઈ હતી. થાનની ઘટનામાં દિલિપ સંઘાણીએ કહ્યું કે, આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે.ગત રોજ લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી
ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યા નથી
ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યા નથી. ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે.