
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનોમાં કૂપવન વગર અનાજ વેચાતું હોવાનું સામે આવ્યું છે. ચોટીલા તાલુકાના ખએરાણા, દેવપરા, ઢોકળવા ગામે આવેલા સસ્તા અનાજની દુકાનોમાં કમ્યૂટરથી કાઢવામાં આવેલી કૂપન વગર જ ગ્રાહકોને બારોબાર અનાજ પધરાવાતું હોવાનું સામે આવ્યું છે. આટલું ઓછું હોય તેમ સસ્તું અનાજ ઓછું આપવામાં આપતું હોવાનું પણ સામે આવ્યું છે.
જો કે, નિયમ એવો છે કે, કૂપન કાઢવી ફરજિયાત છે ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ આધારે અનાજનું વિતરણ કરવામાં આવે છે પરંતુ પ્રાંત અધિકારી દ્વારા કડક તપાસના આદેશ બાદ ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિઓ ઝડપાઈ હતી.
પ્રાંત અધિકારીની તપાસ બાદ જે જે સસ્તા અનાજની દુકાનો પર ભાવપત્રકો અને ચિઠ્ઠી નાખવા માટેની પેટી પણ ન મૂકવામાં આવી હોવાનો ધડાકો થયો છે. જેથી ગ્રામ્ય જનતાને સસ્તા અનાજની દુકાનેથી ઓછું અનાજ અને બીજું નુકસાન વેઠવાનો વારો આવે છે.