
રાજ્યના સુરેન્દ્રનગરના લીંબડીમાં કબીર આશ્રમની સેવા કરતા પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
બે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે આશ્રમમાં પ્રવેશ કરી પૂજારીને આપી ધમકી
પ્રાથમિક માહિતી અનુસાર આશ્રમની બાજુમાં રહેતા બે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે આશ્રમમાં પ્રવેશ કરી પૂજારીનું અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી.
પૂજારીને ધમકાવીને માર માર્યો
આશ્રમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના હેતુથી પૂજારીને માર માર્યો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. પોલીસ ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. પોલીસ તમામ દીશામાં તપાસ કરી રહી છે.