
સુરેન્દ્રનગરમાં નાગાલેન્ડ અને મણિપુરથી ગેરકાયદે હથિયાર પરવાના મેળવનારા ગુનાહિત તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ છે. સુરેન્દ્રનગર SOGએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો અને તેમની પાસેથી 25 હથિયારો જપ્ત કર્યા છે.
મારામારી, લૂંટ, હત્યા અને ખનિજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવણ
આ તત્વોએ મારામારી, લૂંટ, હત્યા અને ખનિજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવણી હોવા છતાં, 8 લાખથી 15 લાખ રૂપિયા ખર્ચીને નાગાલેન્ડ અને મણિપુરથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવ્યા હતા. SOGએ આ રેકેટનો પર્દાફાશ કર્યો અને હવે તપાસનો દોર અમદાવાદ ATS સુધી પહોંચ્યો છે.
તમામ પરવાના ધારકોને ATS દ્વારા પૂછપરછ
તમામ પરવાના ધારકોને ATS દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં જાણીતા કલાકારોની સંડોવણીના મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. ATSની પૂછપરછ બાદ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે, અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.