
રાજ્યની પાટડી નગરપાલિકાની બેદરકારીના કારણે ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત બાદ, ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત કરવામાં ન આવતા આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો.
આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું
ઘટનાને ત્રણ દિવસ થયા છતાં પણ ચીફ ઓફિસર મોસમ પટેલ અને એસ.આઈ હર્ષદની અટકાયત કરવામાં આવી નથી.જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો
લોકોએ મૌન રેલી યોજીને પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો.