
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય ચાર સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જરૂરી લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે. આના કારણે મૃતકોના સ્વજનોને ઘરેથી લાકડા લાવવાની ફરજ પડી રહી છે. શહેરના કોઈ પણ સ્મશાનમાં હાલ લાકડાની ઉપલબ્ધતા નથી, જેના લીધે મૃતદેહો કલાકો સુધી અગ્નિસંસ્કાર વિના સ્મશાનમાં પડ્યા રહે છે.
આ ઘટનાએ એક એવી વિચિત્ર પરિસ્થિતિ સર્જી છે કે જ્યાં જીવતાં શાંતિ નથી મળતી તેવું લાગે છે, અને મૃત્યુ પછી પણ શાંતિ મળવી મુશ્કેલ બની રહી છે..આ સમસ્યાનું મુખ્ય કારણ મહાનગરપાલિકાની બેદરકારી હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સ્મશાનમાં લાકડાની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે.