Surendranagar News: ગુજરાતભરમાંથી સતત બાળ મજૂરીના કિસ્સો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટમાંથી અઢળક બાળમજૂરોનો મામલો સામે આવ્યો હતો એવામાં હવે સુરેન્દ્રનગરમાંથી સરકારી કામમાં બાળકોનો મજૂરીકામ માટે ઉપયોગ કરવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરેન્દ્રનગરના પાટડી રિવરફ્રન્ટની કામગીરીમાં બાળ મજૂરોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. બાળકો પાસે પાલિકાના કોન્ટ્રાક્ટરો મજૂરી કરાવી રહ્યા છે. જેને પગલે પાટડી નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, રિવરફ્રન્ટની કામગીરી હાલ ચાલી રહી છે જેમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આગેવાનોએ આ અંગે અધિકારીઓને જાણ કરી હતી. જે કોન્ટ્રાક્ટર દ્વારા બાળકો પાસે મજુરી કરાવામાં આવે છે તેમના પર કડક પગલાં ભરવા માંગ ઉઠી છે. હવે વિકાસના કામોમાં બાળકોનો મજૂરીકામ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.