રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે 'એક તક પોલીસને' કાર્યક્રમો યોજતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વ્યાજે રૂપિયા ફેરવતા પોલીસકર્મીનો વિડીયો વાઇરલ થયો હતો.
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મેળવવ નાગરિકોનું કાઉન્સિલિંગ કરી નવા નવા કાર્યક્રમો યોજી પ્રયત્નો કરે છે. તેવામાં સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર બાબત બહાર આવી છે. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર વ્યાજના રૂપિયાનો ભોગ બનનાર વ્યાજ ન આપતા પોલીસ સાથેની બોલાચાલીનો વિડીયો વાઇરલ થવા પામ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં પોલીસકર્મી ભોગ બનનારને ગાળાગાળી કરી ધમકી પણ આપે છે. હવે આ પોલીસકર્મી પર કાયદેસરના પગલાં ભરાશે કે કેમ તે જોવું રહ્યું.