
Surendranagar News: સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા આ પ્રકારના માફિયાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એવામાં ફરીથી સુરેન્દ્રનગરમાંથી ખનીજ ચોરી કરી તેનું વહન કરતા ડમ્પરો ઝડપાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખોલડીયાદ તેમજ મેકશન સર્કલ પર ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પ્રાંત અધિકારીની ટીમે ચેકીંગ દરમિયાન ઓવરલોડ તેમજ પાસ પરમીટ વગર બેલ્કટ્રેપ ભરેલા 4 ડમ્પરો ઝડપી પાડયા છે. પ્રાંત અધિકારી ટીમ દ્રારા 1.75 કરોડની કિંમતના 4 ડમ્પરો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. હાઇવે પર ખનીજચોરી પર પ્રાંત અધિકારી ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.