
તાપીમાં સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે ટીપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ લૂંટેરી દુલ્હનના શિકાર સુરતના બે યુવકો બન્યા, એક સાથે લગ્ન કરી બીજા સાથે કરી સગાઈ
કોસંબાથી ઝડપાયો
ગત 4 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને આવેદનપત્ર અપાયું હતું. જે અંગે ઈન્સ્ટાગ્રામની પોસ્ટમાં વિધર્મી યુવકે અભદ્ર ટીપ્પણી કરી હતી. મૂળ સુરતના જૂના કોસંબામાં રહેલા ઝુબેર શેખને સોનગઢ પોલીસે સુરત એલસીબીની મદદ લઈ ઝડપી લીધો હતો.