
જેતપુરમાં લોકલ ટોલટેક્સ મામલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. પીઠડીયા ટોલ પ્લાઝા પર રાતોરાત 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા. જ્યારે લોકલમાં 10 રૂપિયાને બદલે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે
જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 6 મહિના પહેલા સ્થાનિકમાં ટોલચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું. ફરી વાર મુદ્દો છંછેડાયો છે. વાહન ચાલકો અને શહેરના લોકોનો ટોલ પ્લાઝાના સંચાલન અને હાઇવે ઓથોરિટી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે.
જણાવી દઈએ કે, જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સલેન રોડ બનાવવાનું કામ ચાલુ છે. ઠેરઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ વાહન ચલાવવું પડે છે. સીકસ લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ ન વસુલવો જોઈએ તેવી લોકોની લાગણી પ્રવર્તી રહી છે.
પીઠડિયા ટોલ પ્લાઝા પર રાતોરાત લોકલમાં ચાર્જ વધારતા વિરોધનો વંટોળ જોવા મળ્ય છે. જેતપુરની બંને મુખ્ય સંસ્થાઓ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.