
રાજ્યમાં બેફામ બનેલા વાહનચાલકો દ્વારા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે તેવામાં સાબરકાંઠાના તાલોદમાં ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ચાલક હવામાં ફંગોળાયો હતો. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ડાંગ જિલ્લામાં ચાલુ પીકઅપ ટેમ્પોમાં આગ લાગી હતી. ઘાસચારો લઈ જતી પીકઅપ ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
તાલોદમાં કાર ચાલકે બાઇક સવારને હવામાં ફંગોળ્યો
સાબરકાંઠાના તાલોદમાં ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈકની આ ટક્કરમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પાગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાહેરમાં પુરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે સ્થાનિકો સહિત રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોડની વચ્ચે આવેલા ડિવાઈડરમાં ક્રોસિંગ બંધ કરવા પણ સ્થાનિક લોકોએ તંત્રને પણ રજૂઆત કરી છે. માધવ મોલથી રોડ વચ્ચેના ક્રોસિંગ પર અવારનવાર અકસ્માત સર્જાય છે.
ડાંગમાં ચાલુ પીકઅપ ટેમ્પોમાં લાગી આગ
ડાંગ જિલ્લામાં ચાલુ પીકઅપ ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સુબીર તાલુકાના પીપલદહાડ ગામ નજીક ઘાસચારો લઈ જતા ચાલુ ટેમ્પોમાં લાગી હતી આગ. પીકઅપ ટેમ્પોમાં આગ લાગવાના કારણે રસ્તા ઉપર અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ટેમ્પો ચાલકે સમય સૂચકતા વાપરી વાહનને મુખ્ય રોડની નીચે ઉતારી લીધો હતો. રસ્તાની બાજુમાં રહેતા ખેડૂતની મદદથી ખેતરમાંથી પાણી પાઇપ લાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. આગમાં આખો ઘાસચારો બળીને ખાખ થવા પામ્યો હતો. સાથે આગને કારઅને ટેમ્પોને પણ મોટું નુકશાન થયું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં.